હિંમતનગરમાં ધનતેરસના દિવસે દીકરીનું પૂજન કરી દીકરીને ભેટ આપી વધાવી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ધનતેરસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન સોના-ચાંદી, વાહનોની ખરીદી કરવામાં આવી હતી. તો ધન પૂજન પણ કરવામાં આવ્યું હતું. એક પરિવારે અનોખું પૂજન કર્યું હતું. લક્ષ્મી એટલે દીકરી અને એ જ દીકરીનું પૂજન કરી ધનતેરસની પૂજા કરી દીકરીને વધાવી હતી. ભગવાન શિવજીને ચલણી નોટોથી શણગારવામાં આવ્યા હતા.સરકાર પર બેટી બચાવો બેટી પઢાવો માટે પ્રયત્નશીલ છે. તેના માટે યથાર્થ પ્રયત્નોરૂપે દીકરીઓ માટે યોજનાઓ મુકવામાં આવી છે. જયારે પણ કોઈ મંચ પરથી વાત કરવામાં આવે ત્યારે દીકરો-દીકરી એક સામાનની વાતો થાય છે અને ક્યારેક દીકરીઓ હોય અને દીકરો ન હોય ત્યારે એ દીકરી તમામ ફરજ બજાવતી હોય છે. ત્યારે હિંમતનગરના રાઠોડ પરિવારે ધનતેરસના દિવસે વહાલસોયી છ વર્ષીય દીકરી હિતીક્ષાબાને કંકુ પગલા કરીને ગૃહ પ્રવેશ કરાવ્યા હતા. બાદમાં બાજોટ પર બેસાડીને માતા-પિતાએ તેને કંકુ તિલક કરી પૂજન ફૂલડાં વરસાવી આરતી કરી હતી. સોનાની બુટ્ટી, ચાંદીના છડા અને રોકડ ભેટમાં આપી હતી. આમ સતત બીજા વર્ષે પિતા દીપકસિંહ અને માતા કોમલબા રાઠોડે દીકરી હિતાક્ષીબાનું પૂજન કરી લક્ષ્મીનું આહવાહન કરીને ધનતેરસની પૂજા કરી હતી.


હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવના મંદિરે વૈજનાથદાદાને ધનતેરસની રાત્રે ચલણી રૂ 10, 20, 50, 100, 200 અને 500ના દરની રૂ. ત્રણ લાખની નોટોનો ધનતેરસનો શણગાર કરવામાં આવ્યો હતો. હિંમતનગરના બજારોમાં મોડી રાત સુધી સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. નવીન વાહનોની પણ ખરીદી સવારથી શુભ મુહૂર્તમાં શરુ થઇ હતી અને મોડી રાત સુધી જોવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.