હિંમતનગરના ગામડીમાં અગાઉના જમીન માલિકે પૂરા પૈસા ન આપ્યાનું કહી કબ્જો કર્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરમાં રહેતા કેવલ પરેશભાઈ પટેલે વર્ષ 2021 માં તેમના ભાઈ સાથે મળી ગામડી ગામના સર્વે નંબર 22 ની જમીન પ્રહલાદભાઈ સોમાભાઈ પટેલ પાસેથી વેચાણ રાખી હતી પ્રહલાદભાઈએ જમીન અસલમભાઇ ખણુસીયા પાસેથી વેચાણ રાખી હતી અને અસલમ ભાઈએ આ જમીન વર્ષ 2010માં ગામડી ગામના સુખસિંહ રતનસિંહ પરમાર પાસેથી વેચાણ રાખેલ હતી.

કેવલભાઈએ પ્રહલાદભાઈ પાસેથી જમીન વેચાણ લઈ બંને ભાઈઓના નામ ગામ દફતરે ચડી ગયા બાદ વાવેતર કરવા જતા સુખસિંહ રતનસિંહ પરમારે જમીનનો માલિક હું છું અસલમભાઇએ મારી પાસે ખોટી પાવર ઓફ એટર્ની કરાવી હતી મને જમીનની પૂરી કિંમત મળેલ નથી. જ્યાં સુધી મને પૂરી રકમ નહીં મળે ત્યાં સુધી હું કબજો આપવાનો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.