
હિંમતનગરમાં 50થી વધુ સ્થળે નવરાત્રી મહોત્સવ યોજાશે
હિંમતનગરમાં 50થી વધુ સ્થળે નવરાત્રી યોજાશે. જેને લઈને મંડળો દ્વારા નવરાત્રી ચોકમાં રોશની સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ સાબરકાંઠા પોલીસ દ્વારા પણ નવરાત્રીની સાવચેતી શોશ્યલ મીડિયામાં ફરી રહી છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના મહેતાપુરા, પોલોગ્રાઉન્ડ, મહાવીરનગર, મોતીપુરા, સહકારીજીન, બેરણા રોડ, કાંકરોલ રોડ, પરબડા, ભોલેશ્વર, GIDC, હડીયોલ રોડ સહિતના વિસ્તારોમાં નવરાત્રી યુવક મંડળો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા એક સપ્તાહથી નવરાત્રી ચોકને શણગાર કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી હતી. ત્યારે આજે નવરાત્રી પૂર્વે જ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે સવારે શુભ મુહુર્તમાં નવરાત્રી ચોકમાં માતાજીનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવશે. જેને લઈને માતાજીના મંદિર, માંડવડી, ચુંદડી, સહિતની કામગીરી મંડળ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ક્યાં થાય છે નવરાત્રી મહોત્સવ હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં અલકાપુરી નવરાત્રી ચોક, વણઝારાવાસ મહાકાલી મંદિર, જુના બજારમાં દેસાઈવાડા, પોલોગ્રાઉન્ડમાં અંબર સિનેમા રોડ રાજેન્દ્રબાગ, હરસિદ્ધ માતાજીના મંદિરે, મહેતાપુરાના બ્રહ્માણીનગર, મહેતાપુરામાં મંગલમૂર્તિ હનુમાનજી મંદિર, ઝરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા રામજી મંદિર, મહેતાપુરા વાડી વિસ્તારમાં મહાકાલી માતાજીના મંદિરે, ટાવર થી સ્ટેશન રોડ પર અંબાજી માતાજીના મંદિર, મહેતાપુરાના સિદ્ધાર્થનગરમાં રોયલ રેસીડેન્સી,બગીચા વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિર, કાંકરોલ રોડ પર મહાકાલી મંદિર, મહાવીરનગર ચાર રસ્તે પંચદેવ મંદિર, ગાયત્રી મંદિર રોડ પર ઉમિયા મંદિર, મોતીપુરા સૂર્યોદય પાર્ટી પ્લોટ, સહકારી જીન વિસ્તારમાં શ્યામ સુંદર સોસાયટી, હડીયોલ રોડ પર અત્રી રેસીડેન્સી, મોતીપુરા શારદાકુંજ સોસાયટી પાસે રામેશ્વર મહાદેવ મંદિર, છાપરીયા રોડ પર અંબે માતાજીના મંદિર સહિત વિવિધ સોસાયટીઓમાં 50થી વધુ સ્થળે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.સાબરકાંઠા પોલીસ વિભાગે સુરક્ષિત નવરાત્રી સાવચેતી શોશ્યલ મીડિયામાં વાઈરલ કરી છે. આ સુરક્ષિત સાવચેતી નવરાત્રીની કઈ રાખવી ખેલૈયાઓ સાવચેતીઓ.1.ગરબામાં હમેંશા આપના પરિચિત ગ્રુપમાં જ રહો 2.અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવાનું ટાળો 3.ઉતાવળમાં અજાણી વ્યક્તિની ટિકિટ લીફ્ટ લેવાનું ટાળો 4.સમય મર્યાદામાં જ આપના ઘરે પાછા ફરો 5.હમેંશા જવા-આવવાનો માર્ગ ભીડભાડવાળો પસંદ કરવો જોઈએ 6.આપનો મોબાઈલ નંબર વિશ્વસનીય વ્યક્તિઓને જ આપો 7.કોઈ પણ વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ ન જાઓ 8.સમય મર્યાદામાં જ આપના ઘરે પાછા ફરો 9. શોશ્યલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરવાનું ટાળો 10.અજાણી વ્યક્તિ તમારું છુપા કેમેરાથી શુટિંગ ના કરે તેની કાળજી રાખો 11.આપનો નિયમિત પીછો કરતી વ્યક્તિઓ અંગે પોલીસને જાણ કરો 12.અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણા પીવાનું ટાળો.