
હિંમતનગરની રોટરી સરસ્વતી વિદ્યાલયમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ પાસે રોટરી સરસ્વતી વિદ્યામંદિર ખાતે શનિવારે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા 2023 યોજાયો હતો. જેમાં શહેરની 14 શાળાઓના 100 વિધાર્થીઓ ભાગ લીધો હતો.હિંમતનગર શહેરમાં શનિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2023 યોજાઈ હતી. હિંમતનગરના કાંકણોલના ગાયત્રી મંદિર પાસે આવેલી રોટરી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા 2023 યોજાઈ હતી.જો કે ભારત વિકાસ પરિષદ દ્વારા વિધાર્થી સમૂહના હૃદયમાં રાષ્ટ્ર ભક્તિ અને સ્વદેશાભિમાનની ચેતના જાગૃત થાય અને તેના દ્વારા રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ થાય તેને લઈને રાષ્ટ્રીય સમૂહગાનનો આયોજન કરવામાં આવ્યો હતો. જોકે ભારત કો જાનો તે માટે બાળકોને ભારત સંસ્કૃતિ અંગે ભારતની સંસ્કૃતિ લુપ્તના થાય તેના માટે બાળકોને માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં હિંમતનગર શહેરની 14 જેટલી શાળાઓના 14 ટીમ બનાવીને રાષ્ટ્રીય સમૂહગાનમાં ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય સમૂહગાનમાં 14 જેટલી શાળાઓના બાળકો દ્વારા રાષ્ટ્રીયના ગીતો ગાવવામાં આવ્યા હતા. બાળકોને સંસ્કારની સાથે દેશ ભક્તિમય રહે તે માટે સંસ્થા અને ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રીય સમૂહગાનમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જોકે ભારત વિકાસ પરિષદ દ્વારા સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ જેના નામે કામ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ, રોટરી સરસ્વતી વિદ્યામંદિર અને 14 શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.