
સ્વામિનારાયણ મંદિરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ નારી તું નારાયણી માતૃશક્તિ સંમેલન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ ગામ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આજે કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ નારી તું નારાયણી માતૃશક્તિ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જેમાં દિવસ દરમિયાન ત્રણ તબક્કામાં સંમેલન યોજાયું હતું.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના કાંકણોલ સ્વામી નારાયણ મંદિરમાં રવિવારે કર્મધામ ટ્રસ્ટ આયોજિત સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની મહિલાઓનું માતૃ શક્તિ સંમેલન યોજાયું હતું. જેમાં સ્ત્રી શક્તિ સંગઠિત થાય માતૃશક્તિ જાગૃત થાય, મહિલા વિષયક વિચાર, ચિંતન અને વિમર્શ કરી શકાય તેને લઈને માતૃશક્તિ સંમેલન યોજવામાં આવ્યું હતું.
વિશાલ સંમેલનમાં પ્રથમ સત્રના વક્તા ભારત તિબેટ સમન્વય સંઘ રાષ્ટ્રીય મહામંત્રી અને વિશ્વ હિંદુ પરિષદ, દુર્ગાવાહિની ક્ષેત્રીય સયોજીકા ડૉ.યજ્ઞાબેન જોશી, સમાપન સત્રનના વક્તા પાટણ લો કોલેજના પ્રાધ્યાપક, વિશ્વ હિંદુ પરિષદ દુર્ગા વાહિની પૂર્વ પ્રાંત સહ સયોજીકા ડૉ.અવનીબેન એફ.આલ, સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ નિર્મલાબેન પંચાલ, સાબરકાંઠા વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ સંયોજિકા હંસાબેન પટેલ સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે સાબરકાંઠા જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ પ્રાંત સયોજિકા રશ્મિબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર વિભાગ અંતર્ગત નારી સંમેલનનો ભારત ભરમાં યોજાઈ રહ્યા છે. ત્યારે હિંમતનગરના સ્વામી નારાયણ મંદિરમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું માતૃ શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સમાજનું નિર્માણ થાય, સમાજ મજબૂત બને અને એના થકી આપણું રાષ્ટ્ર મજબૂત બને એમાં મહિલાઓની ભાગીદારી વધે. મહિલા જાગૃત બને તો આજે મહિલાઓ અવકાશ સુધી જઈ રહી છે ત્યારે ઘરમાં રહેલી બહેનો છે એમને પ્રેરણા મળે અને રાષ્ટ્ર સેવા માટે સમાજ સેવા માટે ઘર પરિવારની સેવા કર્યા પછીના સમયમાં એ આગળ આવે અને સમાજ કાર્ય થકી રાષ્ટ્રને મજબૂત કરે તેવા શુભ હેતુસર આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બંને જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.