સાબરકાંઠામાં કૌટુંબિક અદાવતમાં ખેલાયો ખુની ખેલ, 5 વર્ષના બાળક સહીત 3 લોકોની હત્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠાના પોશીના તાલુકાના અજાવાસ ગામમાં બુધવારે રાત્રે લલ્લુ ગમારને ત્યાં રમેશ બોબડિયા આવ્યા હતા. ત્યારે લલ્લુભાઈ અને તેમના પરિવારે તેમની સાથે રાતનું ભોજન લઈને સૌએ સૂવાની તૈયારી શરૂ કરી હતી. રમેશ 4 કિમી દૂરથી આવ્યો હોવાથી. તેણે પણ ત્યાં જ રાત રોકાવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન રાતના એક વાગ્યાની આસપાસ અચાનક ચીસોના અવાજ આવવાના શરૂ થયા.

રાત્રિના રમેશ બોબડિયા અચાનક ઊભા થયા અને તેમણે ઘરની બહાર પડેલી કુહાડી હાથમાં ઉઠાવી અને લલ્લુભાઈ ઉંઘમાં હતા અને તે કંઈ સમજે તે પહેલાં જ તેમના પર કુહાડી વડે હુમલો કરી દીધો. ત્યાં તેમની બાજુમાં જ 6 વર્ષીય કલ્પેશ સૂઈ રહ્યો હતો. જેવી કુહાડી વડે તેના પિતા પર હુમલો થયો એટલે તુરંત જ તે જાગી ગયો અને જોયું તો રમેશભાઈના હાથમાં કુહાડી હતી. જ્યાં બાજુમાં તેના પિતા લોહીથી લતપત મૃત અવસ્થામાં પડેલા હતા. ત્યાં જ રમેશ બોબડિયાએ બીજો હુમલો કર્યો ને પિતાને આ અવસ્થામાં જોઈ રહેલા પુત્ર પર પણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.ત્યાં કલ્પેશને કુહાડી વાગતા સમયે તે ચીસ પાડી ગયો હતો. જે ચીસ સાંભળી તેની માતાની ઊંઘ ઊડી ગઈ હતી. ત્યારે રાત્રિના અચાનક પોતાના પુત્રની ચીસ સાંભળી માતાએ ઘરનો દરવાજો ખોલી બહાર આવીને જોયું ત્યાં તો ઘણું મોડું થઈ ગયું હતું. રમેશે લલ્લુભાઈની પત્નીને જોઇ અને ત્રીજી હત્યા કરવાના ઈરાદે તેમની સામે કુહાડી લઈને આગળ વધ્યો. તે જોઈ અચાનક લલ્લુભાઈની પત્ની જોરથી ચીસ પાડી ઊઠી. જેથી ઘરમાં સૂતેલા તેમના અન્ય છોકરાઓ પણ આ ચીસ સાંભળી બહાર આવ્યા ને આ નજારો જોઈ થંભી ગયા.

ત્યાં તો રમેશ કુહાડી લઈને લલ્લુભાઈની પત્ની સુધી પહોંચી ગયો ને કુહાડીનો હુમલો કરતા કુહાડીથી બચવા તેણીએ દરવાજો આડો કરતા દરવાજાના તાળા પર કુહાડી વાગીને નીચે પડી ગઈ. ત્યાં તરત જ તે સમયનો લાભ લઈ લલ્લુભાઈની પત્ની અને તેમના છોકરા અને છોકરી જીવ બચાવી બહાર નીકળી ગયાં હતાં અને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યાં જોડે લલ્લુભાઈના ભાઈ પણ બાજુમાં જ રહેતા હોવાથી તેઓ પણ ચીસો સાંભળી દોડી આવ્યા હતા.મૃતક લલ્લુભાઈના ભાઈ મકનાભાઈ ચીસો સાંભળીને ઘરે આવ્યા ને ત્યાં ઘરના ઉપરથી પતરું ખોલીને અંદર જતા જ સામે રમેશ કુહાડી લઈને ઊભો દેખાયો હતો.

તેણે મકનાભાઈને ઘરની અંદર પ્રવેશતા જોઈ તેમના પર પણ કુહાડી વડે જીવલેણ હુમલો કરી દીધો. જ્યાં મકનાભાઈ સાઈડમાં ખસી જતાં બચી ગયા હતા. બાદમાં તેમણે પોતાને રમેશ અને કુહાડીથી બચાવા રમેશ ઉપર જ હુમલો કરી દીધો અને બંને જણાં એકબીજા સામે આવી ગયા. જ્યાં ઝપાઝપી કરતા સમયે જ અચાનક મકનાભાઈએ જોરદાર હુમલો કરતાં હુમલામાં રમેશભાઈની હત્યા થઈ ગઈ હતી. જ્યારે મકનાભાઈને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી. આ બનાવ અંગે પોશીના પોલીસને જાણ થતાં વહેલી સવારે 4 વાગે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ઘરી અને ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.