ઈડરના બોલુન્દ્રા કાલભૈરવ દાદાના મંદિરે નોમના હવનમાં 2000થી વધુ શ્રીફળ હોમવામાં આવ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રામાં આવેલુ ગુજરાતનું પ્રથમ શિખરબંધી કાલ ભૈરવદાદાના મંદિરે શારદીય નવરાત્રીમાં કાલે નોમનું હવન કરવામાં આવ્યું હતું. જેમાં 2000 હજારથી વધુ શ્રીફળનો હોમ કરવામાં આવ્યો હતો. સુખડીની પ્રસાદી કરવામાં આવી હતી. જ્યારે દિવસ દરમિયાન 30 હજારથી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


આ અંગેની વિગત એવી છે કે, ઈડરના બોલુન્દ્રા ગામે શિખરબંધી મંદિરમાં બિરાજમાન કાલ ભૈરવ દાદાના મંદિરે નવરાત્રીમાં નોમનું હવન કરવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં સોમવારે હવનનો પ્રારંભ સવારે 10 કલાકે થયો હતો. બપોરે 3 કલાકે શ્રીફળનો હોમ કરવામાં આવ્યો હતો. સવારથી સાંજ દરમિયાન રાજ્યભરમાંથી 30 હજાર જેટલા ભક્તોએ નોમના હવનના દર્શન માટે આવ્યા હતા. જ્યારે ભક્તો દ્વારા હોમ માટે 2000 શ્રીફળ આવ્યા હતા. બપોરથી શ્રીફળનો હોમ શરુ કર્યો હતો જે મોડી સાંજ સુધી યથાવત રહ્યો હતો.નોમના હવનને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા 1000 કિલો ઘીનો ઉપયોગ કરીને 4509 કિલો સુખડીનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. તો ગ્રામજનો અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સવારથી સુખડી બનાવવા કામગીરી શરુ કરવામાં આવી હતી. જે દિવસ દરમિયાન ચાલી રહી હતી. તો રાજ્યભરમાંથી 30 હજાર જેટલા ભક્તોએ દિવસ દરમિયાન મંદિરે દર્શન માટે આવ્યા હતા. નોમના હવનને લઈને કાલ ભૈરવદાદાને અને મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. નવરાત્રીને લઈને મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.