
હિંમતનગરમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ
ચોમાસાની સીઝન પૂરી નથી થઇને ત્યાં શિયાળાની અસરો જોવા મળી છે. વહેલી સવારે હિંમતનગરમાં આજે ધુમ્મસ ભર્યું વાતવરણ જોવા મળ્યું છે. તો બાપરે ભડાકા જેવા તાપને લઈને ગરમીનો અહેસાહ થાય છે ત્યારે હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાય્રે છેલ્લા 24 કલાકથી વરસાદ બંધ થયો છે તો જળાશયમાં પાણીની આવક ઓછી થઇ છે.તો જવાનપુરા બેરેજ 100 ટકા ભરાયું છે.કલાઈમેટ ચેન્જને લઈને અલગ અલગ અસરો જોવા મળે છે હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. તો બીજી તરફ વરસાદ બંધ હોવાને લઈને જળાશયોમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. તો ગુરુવારે વહેલી સવારથી ભડાકા જેવો તાપ હતો અને આખો દિવસ ગરમીનો અહેસાસ થયો હતો. ત્યારે શુક્રવારે સવારથી આકાશમાં વાદળો જોવા મળ્યા છે. સાથે હિંમતનગરમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. જાણે કે શિયાળો આવી ગયો પરંતુ બપોર બાદ ભડાકા જેવા તાપને લઈને ગરમીની અસરનો અહેસાસ થાય છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. તો સરેરાંશ વરસાદ 98 ટકા થયો છે. વરસાદ બંધ થવાને લઈને જળાશયોમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. તલોદના મેશ્વો નદી પરનું જવાનપુરા બેરેજ 100 ટકા ભરાયું છે. તો હાલમાં 365 ક્યુસેક પાણીની આવક સામે 365 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે. બે ગેટ 0.10 મીટર ખોલવામાં આવેલો છે. તો 53 ટકા ભરાયેલ ગુહાઈ જળાશયમાં 82 ક્યુસેક, 48 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 120 ક્યુસેક, 91 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 110 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. ખેડવા જળાશયમાં 130 ક્યુસેક પાણીની આવક સામે 130 ક્યુસેક પાણીની જાવક, ગોરઠીયા બેરેજમાં 800 આવક સામે 600 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે અને બે ગેટ 0.10 મીટર ખોલવામાં આવ્યા છે.