હિંમતનગર ખાતે મંત્રી ડો. કુબેરભાઇ ડિંડૉરની અધ્યક્ષતામાં ૭૮મો સ્વાતંત્રતા પર્વ ધામધૂમ થી ઉજવાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા: સાબરકાંઠા જિલ્લામાં જિલ્લાકક્ષાનો ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્રતા પર્વ આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે હર્ષલ્લાસપૂર્વક ઉજવાયો હતો. મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.

મંત્રીએ વડાપ્રધાન દ્વારા ‘એક પેડ મા કે નામ’  એમએસએમઈનો વિકાસ, રાજ્યમાં મજબૂત રેલવે માળખું, આંતરમાળખાકિય સુવિધાઓ, સોલાર સહાય, જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, રેનબસેરા યોજના, મહિલાઓ માટે વિશેષ યોજનાઓ, ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાનના જ્ઞાન આધારીત ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના કલ્યાણને યોજનાની વિગતો આપી હતી.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારીશક્તિનું સન્માન કરતા બજેટની જોગવાઈનો ઉલ્લેખ કરીને રાજ્યમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના અભિગમ સાથે નવી શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપેલા કિર્તીમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.