સાબરકાંઠામાં ચોરી કરેલી ઇકો સાથે શખ્સ ઝડપાયો, NDPSના ગુનામાં ફરાર આરોપીને ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી ઇકો કાર ચોરી કરનાર ગુરુનાનકનગરના શખ્સને ધાણધા પાસેથી બી ડિવિઝન પોલીસે બાતમી આધારે નાકાબંધી કરીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી ઇકો કાર ચોરી થઇ ગઈ હતી. જેને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI ડી.સી. પરમાર અને ડી સ્ટાફ તથા PSI વી.આર. ચૌહાણ અને પોલીસ સ્ટાફના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધીના પોઈન્ટ પર ચોરાયેલા વાહનો અંગેની વોચ અને તપાસમાં હતા.

દરમિયાન ડી સ્ટાફના સંદીપકુમાર, રાકેશકુમાર, હરપાલસિંહ, ધર્મવીરસિંહ અને ભરતસિંહ ધાણધા રેલ્વે ફાટક પાસે વોચમાં હતા. દરમિયાન હરપાલસિંહ અને ધર્મવીરસિંહને મળેલી બાતમી આધારે ચોરાયેલી મારુતિ ઇકો વાન GJ-09-BJ-3349 ઇડર તરફથી આવતા હિંમતનગરના બસ સ્ટેન્ડ સામે આવેલા ભીલવાસ પાછળના ગુરુનાનકનગરમાં રહેતા શક્તિસિંધ જીતેન્દ્રસિંધ સરદારને ઝડપી લઈને ચોરીની ઇકો કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.