
મોડી રાત્રે હિંમતનગર અને ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી
રાજ્યમાં મંગળવારેની મોડી રાત્રે રાજ્યના 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો થાય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. તો ઇડર અને સિક્કા નગરપાલિકામાં સામસામે ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક સાથે 42 નગરપાલિકના ચીફ ઓફિસરોની બદલીના હુકમો મોડી રાત્રે કરવામાં આવ્યા છે. તો હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલની પાલનપુર નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. તો મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલની હિંમતનગર નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે.
હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરીવાર નવનીત પટેલ આવ્યા બાદ ફરીવાર અલ્પેશ પટેલ પણ પાલિકમાં ચીફ ઓફિસર તરીકે આવ્યા છે. કોરોનાના સમયકાળમાં પાલિકામાં ચીફ ઓફિસર તરીકે અલ્પેશ પટેલે કામગીરી કરી હતી અને તે દરમિયાન કોરોના વોરિયર સાથે ચીફ ઓફિસર પણ કોરોના વોરિયર જ બની ગયા હતા અને સારી કામગીરી જોવા મળી હતી. ત્યારબાદ આંબાવાડી રેલ્વે અન્ડરબ્રીજનું લોકાર્પણ કર્યા બાદ અલ્પેશ પટેલની જુન 2020માં હિમતનગર નગરપાલિકામાંથી બદલી થઇ હતી. તો અઢી વર્ષ બાદ ફરીવાર હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે બદલી થઇ છે.
તો ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસર હરિશ્ચન્દ્ર અગ્રવાલની બદલી સિક્કા નગરપાલિકામાં કરવામાં આવી છે. તો સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઇડર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.