
હિંમતનગર રેલવે સ્ટેશન પર સગવડોનું અભાવ
હિંમતનગર રેલવે સ્ટેશન બ્રોડગેજ લાઈન થયા બાદ બે ડેમુ સહીત પાંચ ટ્રેનો અવર જવર કરે છે. ત્યારે રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં બેસવા આવેલા સ્ટેશન પર ભીડ જોવા મળે છે. ત્યારે મુસાફરોને સગવડના અભાવે ઉભા રહેવું પડી રહ્યું છે. ત્રણ પ્લેટ ફોમ પર માત્ર નામની જ બેઠક વ્યવસ્થા જોવા મળી રહી છે. જેને લઈને મુસાફરો ઉભા રહે છે. ત્યારે સત્વરે પ્લેટફોર્મ સિવાય પણ બેસવા માટે વ્યવસ્થાની કરવામાં આવે તેવી મુસાફરોની માંગણી છે.આ અંગેની વિગત એવી છે કે, અસારવાથી ઉદેપુર રેલવે લાઈનને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ હિંમતનગર રેલવે સ્ટેશન પર ત્રણ પ્લેટફોર્મ અને બેસવા માટે નામના બાકડા મુકવામાં આવ્યા હતા. આજે બે વર્ષ થવા આવ્યા છતાં પ્લેટફોર્મ પર બેસવા માટેની વ્યવસ્થામાં કોઈ વધારો જોવા મળતો નથી. બે ડેમુ બાદ અસારવા-જયપુર, અસારવા-ઉદેપુર, અસારવા-ઇન્દોર અને અસારવા-કોટા ટ્રેન અને ચિતોડગઢ-અસારવા ડેમુ પણ ચાલી રહી છે. આ તમામ રેલ સેવા શરુ થયા બાદ મુસાફરોની ભીડ સ્ટેશન પર જોવા મળે છે. સામે સ્ટેશન પર મુસાફરોને બેસવા માટેની સગવડમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.
પ્લટફોર્મ પણ 3 છે અને દરેક પ્લેટફોર્મ પર બેસવા મારે એક શેડ છે અને તેની નીચે બેસવા માટે માત્ર પાંચ બાંકડા મુકવામાં આવ્યા છે. ત્યારે 520 મીટરની પ્લેટફોર્મ નં.1 પર શેડમાં માત્ર પાંચ બાંકડા તો શેડ સિવાય કોઈ વ્યવસ્થા નહિ હોવાને લઈને રેલવેમાં બેસવા આવતા મુસાફરો સ્ટેશન માસ્તરની ઓફીસ આગળ પગથીયામાં અને ટિકિટ બારી આગળની જગ્યામાં બેસેલા જોવા મળે છે. તો શેડમાં ઉભા રહેલા પણ જોવા મળે છે. તો લાંબા પ્લેટફોર્મ પર તડકામાં પણ બેસેલા જોવા મળે છે. ત્યારે રેલવે વિભાગે રેલની સગવડ તો આપી છે એ સારી વાત છે, પરંતુ સામે બેસવા માટે 520 મીટરના પ્લેટફોર્મ પર શેડ સિવાયની જગ્યા પર પણ બાંકડા મુકીને બેસવા માટે વ્યવસ્થા કરે તેવી તસ્વીરો રેલવે સ્ટેશનમાં વાસ્તવિકતા દર્શાવી રહી છે.