
ખેડબ્રહ્મા પોલીસે મધ્યપ્રદેશના કડીયા સાસી ગેંગના 11 શખ્સોને ઝડપી લીધા
ખેડબ્રહ્મા પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની કડીયા સાસી ગેંગના 11 આરોપીને કુલ રૂપિયા 5,56,746ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આંતરરાજય ગેંગનો પદાફાર્શ કર્યો હતો. પોલીસે સાબરકાંઠા, મહેસાણા, ખેડા, આણંદ, મહિસાગર જિલ્લાની પાંચ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. કડીયા સાસી ગેંગના સભ્યો મોટા શહેરોના પાર્ટી પ્લોટો તેમજ રિસોટોમાં ટાબરીયાઓને મોકલીને બેગ લીફટીંગ કરી સોના-ચાંદીના દાગીના તથા તેમજ રોડક રકમ ભરેલી બેગોની ઉઠાંતરી કરતા હતા. તો મહિલા ગેંગના સભ્યો બેંકોમાં જઇ રેકી કરી ગ્રાહકોના નાણાંની ઉઠાંતરી કરીને ફરાર થઇ જતા હતા. ખેડબ્રહ્મા પોલીસે દિલ્હી, હરીયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલગાણા સહિતના રાજ્યોમાં લુંટ, ચોરીના ગુનામાં સંડોવાયેલા કડીયા સાંચી ગેંગને ઝડપી આંતરરાજય ગેંગનો પદાફાર્શ કર્યો છે. ગેંગના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.