ખેડબ્રહ્મા પોલીસે મોટરસાયકલ સાથે બે આરોપીઓને ઝડપ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાઇક લઇને બસ સ્ટેશન આગળ બે શખ્સોને ઉભા રાખી પુછપરછ કરતા મોટરસાયકલની ચોરીના બે ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. ઇડર તેમજ ઉદેયપુર પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરેલી બે બાઇકો મળી કુલ રૂપિયા 30,000ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઇ આર.જે. ચૌહાણ તેમની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન માતાજી મંદિર આગળ પરોયા ત્રણ રસ્તા તથા બસ સ્ટેશન આગળ રોડ ઉપર વાહન ચેકીંગ દરમિયાન બે અલગ અલગ શખ્સો મોટરસાયકલ ઉપર આવતા હતા. જેઓને ઉભા રાખી પુછપરછ કરતા મોટરસાયકલ ચાલકે પોતાનુ નામ કપુરચંદ ધવલકુમાર પારઘી (ઉ.વ.31, રહે.સડા, રાજપુર, દોઢીયાર ફળીયુ, તા.કોટડા છાવણી, ઉદેયપુર, રાજસ્થાન)નુ હોવાનુ માલુમ પડ્યું હતું. પોલીસે પુછપરછ કરતા ગભરાયેલ હાલતમાં હોવાનુ માલુમ પડ્યું હતું. જેની પાસેથી બજાજ કંપનીનુ સીટી 100 મળી આવ્યુ હતું.પોલીસે કિંમત રૂપિયા 30,000ના મુદ્દામાલ સાથે બે બાઇકો કબ્જે લઇ આરોપીઓની ધરપકડ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.