
પ્રાંતિજના ભાંખરીયા તળાવનું 2.69 લાખના ખર્ચે બ્યુટીફીકેશન થશે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નગરપાલિકા દ્વારા ભાંખરીયા તળાવ ડેવલપમેન્ટ તથા ગ્રીન સ્પેસ ગાર્ડન ડેવલપમેન્ટનું 2 કરોડ 69 લાખના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવશે. જેનું પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને કલેક્ટરની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર કેન્દ્રીય પુરસ્કૃત અમૃત 2.0 યોજના અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકાને વિકાસ કામ માટે 2 કરોડ 69 લાખ ફાળવવામાં આવશે જેના ખર્ચે ભાંખરીયા તળાવ ડેવલપમેન્ટ તથા ભાંખરીયા બગીચો ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. બ્યુટીફીકેશનમાં ગાર્ડન એરિયાનો વિકાસ, તળાવના કિનારાનો વિકાસ, લેન્ડસ્કેપિંગ, પેવર બ્લોક, વોક-વે, કંપાઉન્ડ વોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, સ્ટ્રીટ લાઈટની સુવિધા, ટોઇલેટે બ્લોકની સુવિધા, ઇરિગેશનની સુવિધા સહિતના કામો આવરી લેવામાં આવશે.પ્રાંતિજ નગરપાલિકા દ્વારા તવાળની આજુબાજુ બ્યુટીફીકેશન કરવામા આવશે. જેને લઈને નગરજનો માટે અગામી દિવસમાં એક પીકનીક સ્થળની સુવિધામાં વધારો થશે. ઉપરાંત તળાવની બાજુમાં તૈયાર થઈ રહેલા પાર્કિંગ સાથેના હોલ અને ગાર્ડન વગેરેની સુવિધાઓ પણ મળી રહેશે.