
હિંમતનગરમાં ઉમિયા માતાજીના મંદિર ચોકમાં આયોજન કરાયું
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં મહાવીરનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલા ઉમિયા માતાજીના મંદિરે ત્રણ વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સતત ત્રીજા વર્ષે પણ મંદિરના ચાચર ચોકમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ આરતી કરવામાં આવે છે ત્યાર બાદ ચોકમાં પ્રખ્યાત ગાયક કલાકારોના કંઠે ગરબા શરુ થાય છે. ત્યારે યુવક-યુવતી, વડીલો અને મહિલાઓ ગરબે ઘૂમે છે.
રવિવારે આઠમની નવરાત્રિએ બપોરે હવન કરવામાં આવ્યું હતું. સાંજે પુર્ણાહૂતી થયા બાદ રાત્રિએ 9 વાગે 51 જ્યોતની આરતી સાથે 51 ભક્તોએ સમૂહ માતાજીની મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ ગરબા શરુ થયા હતા. શ્રી ઉમિયામાં નવરાત્રિ સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં કમિટીના સભ્યો થકી નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. નવ દિવસ રોજ રાત્રે ગરબા બાદ 1થી 5 નંબરના આવનાર ખેલૈયાઓને ઇનામ પણ આપવામાં આવે છે.