પ્રાંતિજમાં ભાજપ મહિલા મોરચા દ્વારા 33 ટકા મહિલા અનામતને લઈને ફટાકડા ફોડ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 33 ટકા મહિલા અનામતનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ ભાજપ મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડીને વધાવી લીધું હતું. તો ગણેશ ઉત્સવ અને ઇદને લઈને પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહીમાં સરકારે પહેલું બિલ રજુ કર્યુ હતું. જેમાં પહેલું બિલ મહિલા આરક્ષણ સાથે જોડાયેલું છે અને તેને નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે. જેમાં લોકસભા અને રાજ્યસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. હાલ 82 મહિલા સંસદ સભ્ય છે અને આ બિલનો કાયદો બન્યા પછી મહિલા સભ્યો માટે 181 બેઠકો અનામત રહેશે.


લોકસભા અને બાદ રાજ્યસભામાં બિલ પસાર થયા બાદ ગુરુવારે મોડી સાંજે પ્રાંતિજ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેશન ખાતે હાથમાં વિવિધ બેનરો પોસ્ટરો સાથે એકઠા થઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ, મહિલા મોરચાના ઉપપ્રમુખ પદમાબેન રાવલ, ઉપપ્રમુખ રિધ્ધીબેન ભટ્ટ, ભગવતી પટેલ , મીનાબેન સોની, સુલોચનાબેન સોની , ભગવતીબેન શર્મા , કુંદનબેન જયસ્વાલ , કંચનબેન સોની, સુનિતાબેન શર્મા, રીન્કુબેન ચૌહાણ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ , નિકુલ રામી, હાર્દિક બ્રહ્મભટ્ટ , અમરીશ સોની, મનોજ મોદી , વિજય શર્મા સહિત ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.