
સાબરકાંઠા જિલ્લામાં 2023ની શરૂઆતમાં એક કિલોમાં રૂ. 11નો અને 15 કિલોમાં રૂ. 165નો વધારો
સાબરકાંઠા જિલ્લામાં આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો થયો છે. વર્ષ 2023માં પ્રથમ વખત એક કિલોએ રૂ. 15 અને 15 કિલોએ રૂ. 165 ભાવ વધારો કર્યો છે. વર્ષ 2022માં આઠ વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી કમર્ચારી મંડળી દ્વારા અમુલ લુઝ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સાબરડેરી દ્વારા અમુલ લુઝ ઘીમાં વર્ષ 2022માં આઠ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો વર્ષ-2022માં 15 કિલોના ડબ્બા પાછળ રૂ. 2400નો અને એક કિલો પાછળ રૂ. 160નો ભાવ વધારો થયો છે.
વર્ષ-2023માં પ્રથમ વખત ફેબ્રુઆરી માસમાં 15 કિલો પાછળ રૂ. 165 તો એક કિલો પાછળ રૂ. 11નો ભાવ વધારો કર્યો છે. જેનો અમલ આજથી કરવામાં આવ્યો છે. આજથી ભાવ રૂ. 9615 અને એક કિલોના રૂ. 11 વધારો થતા આજથી ભાવ રૂ. 641 થયો છે.
વર્ષ- 2022માં આઠ વખત ભાવ વધારો થયો હતો
- ફેબ્રુઆરીમાં 15 કિલોના રૂ.7050 અને એક કિલોના રૂ.470
- એપ્રિલમાં 15 કિલોના રૂ.7560 અને એક કિલોના રૂ.504
- મે મહિનામાં 15 કિલોના રૂ.7830 અને એક કિલોના રૂ.522
- જુલાઈમાં 15 કિલોના રૂ.8070 અને એક કિલોના રૂ.568
- ઓગષ્ટમાં 15 કિલોના રૂ.8325 અને એક કિલોના રૂ.555
- સપ્ટેમ્બરમાં 15 કિલોના રૂ.8580 અને એક કિલોના રૂ.572
- ડીસેમ્બરમાં 15 કિલોના રૂ.9105 અને એક કિલોના રૂ.607
- ડીસેમ્બરમાં 15 કિલોના રૂ.9450 અને એક કિલોના રૂ.630