સાબરકાંઠા જિલ્લામાં પતંગની દોરીથી 2 ના ગળા કપાયા, ધાબા પરથી બે પડ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

છેલ્લા 24 કલાકમાં પતંગની દોરીથી બે જણાના ગળા અને બે જણા ધાબા પરથી પડવાના બનાવો સામે જ્યાં આવ્યા છે. ત્યારે હિંમતનગરના ઇલોલમાં બાઈક પર આગળ બેસેલા આઠ વર્ષીય બાળક વસંત અરવિંદ ગરાવાનું દોરીથી ગળું કપાયું હતું. જેને દોરીથી ગળાના ભાગે ગંભીર ઈજા થતાં 108માં તાત્કાલિક હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. તો બાળકને ગળાના ભાગે ઈજા થતા 10 ટાંકા આવ્યા હતા.

તો બીજો બનાવ ઈડરના હાલુંડી વિસ્તારના બાબુભાઈ ગાયો માટે ઘાસચારો લેવા જતા હતા. તે દરમિયાન દોરીથી ગળું કપાયું હતું. જેને તાત્કાલિક સારવાર અર્થે ઇડર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે 10 ટાંકા લીધા હતા. જે સારવાર હેઠળ છે. તો ધાબા પરથી પડાવના બનાવમાં વિજયનગરના પંચાલ ફળિયામાં રહેતા 29 વર્ષીય રાજેશ કાન્તિલાલ સુથાર પતંગ ચગાવતા પોતાના ઘરના ધાબા પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.

જેમને તાત્કાલિક વિજયનગર રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં ખુશીના ઉતરાયણનો તહેવાર શોકમાં ફેરવાઈ ગયો હતો. હિંમતનગરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં અજાણ્યો શખ્સ પડી ગયો હતો. જેને ઈજા થતા 108 માં તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.