સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર 1 ઇંચથી સવા 8 ઇંચ વરસાદ નોંધાયો
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે સવારથી સર્વત્ર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી સવા 8 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે. તો ગુહાઈ જળાશયમાં દોઢ મહિના બાદ પાણીની આવક થઇ છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સોમવારે સવારથી જ જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. તો 3 મીમી 32 મીમી સુધી વરસાદ સવારના 6થી 8 ના બે કલાકમાં નોંધાયો છે. તો ઇડરમાં બે કલાકમ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વડાલી અને ખેડબ્રહ્મામાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા પોણા 3 ઇંચ, વિજયનગર પોણા 4 ઇંચ, વડાલી સાવ 2 ઇંચ, ઇડર સવા 2 ઇંચ, હિંમતનગર પોણા 4 ઇંચ, પ્રાંતિજ પોણા 7 ઇંચ, તલોદ સવા 8 ઇંચ અને પોશીના 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને લઈને રોડ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા.સાબરકાંઠા જિલ્લામાં ગુહાઈ જળાશયમાં 758 ક્યુસેક, હાથમતી જળાશયમાં 458 ક્યુસેક, હરણાવ જળાશયમાં 220 ક્યુસેક, ખેડવા જળાશયમાં 550 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. તો તલોદના મેશ્વો નદી પરના જવાનપુરા બેરેજમાં 2000 ક્યુસેક આવક અને 2000 ક્યુસેક પાણીની જાવક, ગોરઠીયા બેરેજમાં 3000 ક્યુસેક આવક અને 3000 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા 71 મીમી, વિજયનગર 86 મીમી, વડાલી 57 મીમી, ઇડર 54 મીમી, હિંમતનગર 92 મીમી, પ્રાંતિજ 171 મીમી, તલોદ 210 મીમી અને પોશીના 29 મીમી વરસાદ નોંધાયો છે.