સાબરકાંઠામાં કેસો ઘટ્યા, ડિસ્ચાર્જ દર્દી વધ્યા, 86 કેસ,112 ને રજા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠામાં સોમવારે વધુ 86 કેસ નોંધાયા હતા. સામે 112 દર્દીઓ ચોરોના મુક્ત બનતા રજા અપાઇ હતી. તથા વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું અને જિલ્લામાં 145 શહેરી 866 ગ્રામ્ય મળી કુલ 1011 એક્ટિવ કેસ છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોમવારે નોંધાયેલ 86 પોઝિટિવ કેસ માંથી હોટ સ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 46, ઇડરમાં 6, પોશીનામાં 5, પ્રાંતિજમાં 14, તલોદમાં 8, વડાલીમાં 3 અને વિજયનગરમાં 3, ખેડબ્રહ્મામાં 1 વ્યક્તિ સંક્રમિત થતાં દાખલ કરાયા હતા. સંક્રમિતોમાં 47 પુરુષ અને 39 મહિલાનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.