
સાબરકાંઠામાં તલોદના વાવડી ચાર રસ્તે કરીયાણાની દુકાનમાં 11 તેલના ડબ્બાની ચોરી
સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં બે સ્થળે ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. જેમાં વાવડી ચાર રસ્તે કરીયાણાની દુકાનમાંથી તેલના 11 ડબ્બાની ચોરી થઇ હતી. તો બીજી તરફ નાના ચેખલા ગામે ખેતરમાંથી ડ્રીપ માટેની દોઢ લાખની પાઈપોની ચોરી થતા ફરિયાદ નોધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, તલોદના વાવડી ચાર રસ્તે આવેલા સર્વેશકુમાર શર્માની કરિયાણાની બંધ દુકાનનું તસ્કરોએ 9 માર્ચની રાત્રે તાળું તોડી અંદરથી તિરુપતિ તેલના નાના અને મોટા ડબ્બા મળી 11 નંગ રૂ. 14 હજાર 300ના અને રોકડ રકમ 10 હજાર મળીને તસ્કરો રૂ. 24 હજાર 300ની મત્તાની ચોરી કરી લઇ જતા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.