ખેડબ્રહ્મામાં પતિએ ચારીત્ર્યની શંકા રાખી પત્નિની બોથડ પદાર્થના ઘા મારી હત્યા

સાબરકાંઠા
સાબરકાંઠા 159

ખેડબ્રહ્મા તાલુકાના ગામે પતિએ ચારીત્ર્યની શંકા રાખી પત્નિની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. ગત રવિવારે પરીણિતાએ આપઘાત કર્યાની વાત પરીણિતાના પરિવારને મળતાં તેઓ તેની સાસરીમાં દોડી ગયા હતા. જોકે સ્થળ પર પહોંચી પરીણિતાની લાશ જોતાં મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા અને શરીરે માર માર્યો હોય તેવા નિશાનો જોવા મળતાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ ખુલ્લો પડી ગયો હતો. જોકે અગાઉ પરીણિતાનો પતિ તેમના ચારીત્ર્ય પર શંકા રાખતો હોઇ માથાકૂટ થયા બાદ સમાધાન થયુ હતુ. જોકે પરીણિતાના પિતાએ મહિલાના પતિ સામે હત્યાની ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પાટડીયા ગામે પતિએ તેની પત્નિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા તાલુકાના બોડીયાના તળાવની જવલીબેન ગમાર(ઉ.વ.પર)ના લગ્ન પાટડીયા ગામના શંકરભાઇ રામાભાઇ પરમાર સાથે થયા હતા. જોકે લગ્નજીવન દરમ્યાન તેમનો પતિ અવાર નવાર ચારીત્ર્ય બાબતે શંકા રાખી તેમની સાથે માર-ઝૂડ કરતો હતો. આ તરફ મહિલાના પિયરવાળા તેમને સમજાવીને સાસરે મોકલી હતી. જોકે તા.18/04/2021ના રોજ સવારે પરીણિતાના સાસરીવાળા તેમના બોળીયાના તળાવે આવીને કહેલ કે, તમારી બહેને આપઘાત કરી લીધો છે.

આ તરફ પોતાની બહેને આપઘાત કર્યાનું જાણી ભાઇ સહિતનાઓ તાત્કાલિક પાટડીયા દોડી ગયા હતા. જ્યાં પોતાની બહેનની લાશને જોતાં મોઢામાંથી અને નાકમાંથી લોહી નીકળતું હતુ. આ સાથે હાથ, ખભા અને પીઠના ભાગે કોઇ બોથડ પદાર્થથી માર મારવાને કારણે ગંભીર ઇજાઓ થયાનું સામે આવ્યુ હતુ. જેથી પરીણિતાના ભાઇએ તેના બનેવી શંકરભાઇ રામાભાઇ પરમારે જ બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ખેરોજ પોલીસે ઇસમ સામે આઇપીસી 302, 498A અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી ઇસમને ઝડપી પાડી પુછપરછ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.