હિંમતનગરમાં પાલિકામાં લગ્ન રજીસ્ટ્રેશન અને જન્મ મરણની નોંધણીની કામગીરી બંધ

સાબરકાંઠા
સાબરકાંઠા

કોરોના મહામારીના વધતા સંક્રમણને રોકવા સરકાર સાથે હવે લોકો જાગૃત થયા છે. લોકો દ્વારા પોતાના ગામમાં, વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવાય રહ્યા છે. આ સાથે હિંમતનગરમાં સંક્રમણને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કેટલા સમય સુધી લાગુ રહશે તે બાબતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મળતા અહેવાલ મુજબ સંક્રમણ હળવું ના થાય ત્યાં સુધી લગ્ન રજીસ્ટેશન, જન્મ મરણની નોંધણી બંધ રહશે.

હિંમતનગરમાં સંક્રમણ અટકાવવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લગ્ન રજીસ્ટેશન અને જન્મ મરણની નોંધણી બંધ કરાઈ છે. આ માહતી બધા લોકો સુધી પહોંચાડવા નગરપાલિકાના ગેટ પર હુકમનું બોર્ડ લગાડવામાં આવ્યું છે.કોરોના સંક્રમણથી બચવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે. જો કોઈને ઇમર્જન્સીમાં દાખલાની જરૂર હશે તો કાઢી આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.