હિંમ્મતનગરમાં બાળકીની છઠ્ઠા દિવસે તબિયતમાં સુધારો જોવા મળ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિમતનગર સિવિલના NICU વિભાગમાં છ દિવસ પહેલા ખેતરમાંથી દાટેલી નવજાત બાળકી મળી આવ્યા બાદ તેની સારવાર શરુ કરવામાં આવી હતી. જેનું વજન એક કિલો અને હતું અને સાતમા મહીનાની હતી. તો તેના શરીરમાં અવયવોનો વિકાસ નહિ થવાથી ચેપનું પ્રમાણ વધુ હતું. તો કમળાની અસર પણ થઇ હતી. તો સારવાર શરુ કર્યા બાદ તેની તબિયત બગડી હતી. ત્યારે હિમતનગર સિવિલ હોસ્પીટલના RMO એન.એમ.શાહે જણાવ્યું હતું કે આજે છઠ્ઠા દિવસે નવજાત બાળકીની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ તે હાલ વેન્ટીલેટર પર છે. તો ચેપનું પ્રમાણ પણ ઓછુ થયું છે, તો કમળાની અસર પણ ઓછી થઇ છે, તો વજનમાં 30 ગ્રામનો વધારો થયો છે એટલે કે 1 કિલો 30 ગ્રામ વજન થયું છે, જે સારી નિશાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.