હિંમતનગરમાં SOGએ દેશી બનાવટની બંદૂક સાથે ઇસમને ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા 90

હિંમતનગર SOGએ દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. ગઇકાલે બપોરના સમયે SOGની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ગામ નજીક એક ઇસમ પાસે લાયસન્સ વગરની ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક છે. જેથી તાત્કાલિક પંચો સાથે સ્થળ પર પહોંચી રૂ.2,000ની દેશી બંદૂક સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે ખેરોજ પોલીસ મથકે ઇસમ સામથે હથિયારધારો મુજબનો ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

સાબરકાંઠા SPએ જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOGની ટીમ ખેડબ્રહ્મા થઇ સેબલીયા પાટીયા પાસે પેટ્રોલિંગ હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી હતી કે, બેગોડ ગામે આવેલ RCC રોડ પુર્ણ થાય ત્યાં આગળ બુબડીયા ફળીયામાં રહેતાં નેતાભાઇ લખાભાઇ બુબડીયાએ પોતાના ઘરે ગેરકાયદેસર લાયસન્સ વગરની બંદૂક રાખી છે. જેને લઇ પંચો સાથે રેઇડ કરી ઇસમને દેશી હાથ બનાવટની બંદૂક ઝડપી પાડી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી ઇસમે દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. ગઇકાલે બપોરના સમયે પંચો સાથે રેઇડ કરી ઇસમને ઝડપી પાડ્યા બાદ તપાસ કરતાં તેની પાસે બંદૂકનું કોઇ લાયસન્સ કે જરૂરી કાગળો ન હોવાનું ખુલ્યુ હતુ. SOGએ ખેડબ્રહ્મા તાલુકાના બેગોડ ગામના નેતાભાઇ બુબડીયાને ઝડપી પાડી તેમની ખેરોજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ ખેરોજ પોલીસે આરોપી ઇસમ સામે હથિયાર ધારો કલમ 25(1)(b), 25(1)(a) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.