
હિંમતનગરમાં જિલ્લાના પાંચ ગુડ સમેરીટનને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
સાબરકાંઠા જિલ્લા આર.ટી.ઓ અને પોલિસ વિભાગ દ્વારા આયોજીત ગુડ સમેરીટન વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ હિંમતનગરના બહુમાળી ભાવનામાં પોળો સભાખંડમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં સાંસદ દિપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલાની ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ કે, ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગ અકસ્માતો ઘટાડી શકાય છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા લોકોની જાગૃતિ, સ્વયંશિસ્ત અને સતર્કતા ખૂબ જરૂરી છે. સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વક વાહન ચલાવવાથી અકસ્માતોને મહદ્દઅંશે ઘટાડી શકાય છે. અકસ્માત થયાના એક કલાક ગોલ્ડન અવર કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર મળી રહે તો બચવાની શક્યતાઓ વધુ રહે છે. ગુડ સમેરીટનને અકસ્માત દરમિયાન સાવચેતી રાખવાની પ્રાથમિક બાબતો જાણવી ખુબ જરૂરી છે.