ઘરે-ઘરે જઈ સરવેથી લઈને કોરોના અંગે લોકજાગૃતિ તેમજ બાળકોને ઓનલાઇન શિક્ષણ

સાબરકાંઠા
સાબરકાંઠા 196

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા
સમાજની સેવા અને દેશ સેવા માટે તત્પર રહેવા જાણીતા સારસ્વતો કોરોનાના કપરા સમયમાં શાળામાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી વહિવટી તંત્રને મદદરૂપ થઈ રહ્યા છે. કોરોના અંતર્ગત લોકડાઉનથી લઈ આજ દિન સુધી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ જુદી-જુદી કામગીરી સંભાળી હતી.સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસ આવતાની સાથે જ જિલ્લામાં ૫૪૭૪ શિક્ષકો દ્રારા ડોર ટુ ડોર સરવે કરાયો હતો. ૬૬૬૯ શિક્ષકો દ્રારા કોરોનામાં ગામડામાં વૃધ્ધો, બાળકો અને બિમાર લોકોની ટેલીફોનના માધ્યમથી આંતરા દિવસે ખબર અંતર પુછવાની સાથે જરૂરી માહિતી એકત્ર કરી હતી. તેમજ વૃધ્ધો અને બાળકોને બિન-જરૂરી ઘરમાંથી બહાન ના નિકળવા જાણકારી આપતા હતા. કોરોના સંર્ક્મણને લઈ શાળાના બાળકોને રજા અપાઇ હોવાથી મધ્યાન ભોજન યોજના હેઠળ આ બાળકોને તેમના ઘરે-ઘરે જઈ અનાજ કુપન અને કુકિંગ કોસ્ટની રકમ ચુકવાઇ જેમાં જિલ્લાના ૪૩૭૦ જેટલા શિક્ષકોએ અલગ-અલગ ત્રણ હપ્તામાં આ રકમની ચુકવણી કરી હતી.
૬૮૦૬ જેટલા શિક્ષકો દ્રારા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની કામગીરી કરવામાં આવી હતી. કોરોનાના કપરા સમયમાં પણ ૬૬૧૧ શિક્ષકો દ્રારા ટેકનોલોજીના માધ્યમ દ્રારા બાળકોને ઘરે બેઠા શિક્ષણ અને માર્ગદર્શન સેવાઓ આપી બાળકોના શિક્ષણ પ્રત્યે પોતાની જવાબદારી અદા કરી હતી. આ સાથે જિલ્લાના શિક્ષકોને બીજી અન્ય જવાબદારીઓ સોંપાઇ હતી જેમાં આધાર કાર્ડ, બેંક અકાઉન્ટ નંબરની ખરાઇ, સસ્તા અનાજની દુકાન પરથી અનાજ વિતરણ અંગે કામગીરી, કોરન્ટાઇન સ્થળ ઉપરની ડ્‌યુટી, ગામમાં બહારથી આવેલા લોકોના રીપોર્ટગની જવાબદારી, પરપ્રાંતિયોને પોતાના વતન પરત મોકલા સુવરવિઝની જવાબદારી સેલ્ટર હોમની કામગીરી, કોવિડ-૧૯ અંતર્ગત કાઉન્સીલીંગ, ચેક પોસ્ટની કામગીરી વગેરે જેવી કામગીરી જિલ્લાના સારસ્વતો દ્રારા સંભાળવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ૫૦૭૮ શિક્ષકોએ કોવિડ-૧૯ જાગૃતિ બાબતે દિશા ઓનલાઇન તાલીમ મેળવી લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરી કરી રહ્યા છે. આમ, જિલ્લાની જનતા સુરક્ષીત રહે તે માટે જિલ્લાના સારસ્વતોએ પોતાની ફરજથી આગળ વધીને સેવાઓ આપી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.