હિંમતનગર પોલીસે બે શખ્સોને ચોરીની એક્ટિવા સાથે ઝડપ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર એ ડિવીઝન પોલીસે પોકેટક્રોપ સર્ચના આધારે લોખંડ ગેંગના બે શખ્સોને ઝડપી કુલ રૂપિયા 9,21,780નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પોકેટક્રોપ સર્ચના આધારે ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અલગ અલગ 6 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

જેથી પોલીસને વધુ શંકા જતા પી.એસ.આઇ. જે.એમ. પરમારે પોકેટક્રોપના આધારે એકટીવાનો રજીસ્ટ્રેશન નંબર ચેક કરતા આ એકટીવાની ચોરી અંગે હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાનું માલુમ પડ્યુ હતુ.

આ બન્ને શખ્સોની વધુ પુછપરછ કરતા તેમણે એકટીવા બે મહિના પહેલા નવા રોડ ઉપરથી ચોરી કરી હોવાનું કબુલાત કર્યુ હતુ. વધુ પુછપરછ કરતા સેન્ટીંગના સાધનો, પીકઅપ ડાલુ, ટ્રેલર સહિતના વિવિધ વસ્તુઓની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. તો ઝડપાયેલા બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 લી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.