હિંમતનગર પોલીસે પ્રોહીબીશનના ગુનાના આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ એક્શનમાં છે. ત્યારે એ ડીવીઝન પોલીસે ત્રણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એ ડીવીઝન પોલીસ આરોપીને રાજસ્થાનમાં તેના ઘરેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના PI એચ.બી.વાઘેલાની નાસતા ફરતા આરોપીઓની પકડવાની સુચનાને લઈને ડી-સ્ટાફના જયેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, વિક્રમસિંહ, જ્ઞાનદીપસિંહ અને હરપાલસિંહે મળેલી બાતમીના આધારે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના નયાગામ તાલુકાના બલીચા ગામેથી વિજાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો અને હિંમતનગર બી ડીવીઝન અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી પ્રોબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી નટુભાઈ ઉર્ફે નટુ સોમાભાઈ સુવેરાને ઝડપી લીધો હતો. હિંમતનગર એ ડિવિઝને પ્રોહીબીશનના ગુનામાં અટકયાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.