
હિંમતનગર ફાયર વિભાગને એક વર્ષમાં 847 કોલ આવ્યા, 24 મૃતદેહો બહાર કાઢ્યા અને 18 લોકોને જીવિત બચાવ્યાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને એક વર્ષમાં આગ, પાણી, રેસ્ક્યુ, બંદોબસ્ત ડેમોસ્ટ્રેશન સહિતના 847 કોલ આવ્યા હતા. ત્યારે ફાયર વિભાગે 18 જનના જીવ બચાવ્યા હતા તો 24 મૃતકોને બહાર કાઢ્યા હતા.
હિંમતનગર નગર પાલિકાનું ફાયર વિભાગ કામગીરીમાં હર હંમેશ અગ્રેસર રહે છે અને જ્યાં પહોચે ત્યાં પરિણામ લાવે છે. તો જિલ્લા અને જિલ્લા બહાર આવેલા કોલમાં પણ પ્રસંસનીય બચાવ કામગીરી કરે છે. વર્ષ 2022 માં જાન્યુઆરી થી ડીસેમ્બર દરમિયાન હિંમતનગર નગર પાલિકાના ફાયર વિભાગને 847 કોલ મળ્યા હતા.
જેમાં આગના 85, પાણીના 53, રેસ્ક્યુંના 571, બંદોબસ્તના 65 તો સ્કુલ, કોલેજ અને સંસ્થામાં 14 વખત ડેમોસ્ટ્રેશન કર્યું હતું અને ફાયર વિષે સમજણ આપી હતી. કચેરી અને અન્ય સ્થળના 59 કોલ આવ્યા હતા. જેમાં 24 મૃતદેહો બહાર કાઢ્યા હતા. તો 18 લોકોને જીવિત બહાર કાઢી જીવ બચાવ્યા હતા. તો સાથે 450 ઘેટાઓને પણ રેસ્ક્યું કરી બોટ દ્વારા નદીમાં પુર વખતે ટાપુ પરથી બહાર કાઢ્યા હતા.