
હિંમતનગરમાં પક્ષીઓ માટે રાહતદરે કુંડા વિતરણ કરવામાં આવ્યુ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહાવીરનગર ચાર રસ્તે ઉનાળામાં પક્ષીઓ માટે રાહતદરે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેના અંતર્ગત સવાર થી સાંજના 10 કલાક દરમિયાન 1000 કુંડા,440 માળા તેમજ 300 ચાટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં 1200થી વધુ શહેરીજનોએ દિવસ દરમિયાન આ વિતરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.