
હિંમતનગરની RTOચાર રસ્તે થી દુષ્કર્મના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો ઝડપાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર RTO ચાર રસ્તેથી LCBએ દુષ્કર્મના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં 20 વર્ષની સજા કાપતો પાકા કામનો કેદી ઝડપાયો. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરમાંથી મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરતા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા LCB PI એ.જી.રાઠોડ અને પેરોલ ફર્લો સ્કોર્ડ PSI એલ.પી.રાણાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે LCB સ્ટાફે ગુરુવારે સાંજના સમયે હિંમતનગર RTO ચાર રસ્તેથી રાજકોટના હાજીપીર દરગાહની પાસે, ખડિયા પરામાં રહેતા સુલતાન ઉર્ફે લતીફ ગુલાબહુસેનને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનામાં 27/3/2018ના રોજ 20 વર્ષની સજા થઇ હતી. તે પાકા કામનો કેદી નંબર 45941થી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જે 22/12/2021ના રોજ 14 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો. ત્યાર બાદ 6/11/2022ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયો ન હતો અને દોઢ વર્ષથી ફરાર હતો.
દોઢ વર્ષ બાદ ચોરી કરવાની ટેવવાળો ઝડપાયેલા સુલતાન ઉર્ફે લતીફ ગુલાબહુસેન મકવા પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો. જે અંગે આધાર પુરાવા માગતા તેની પાસે હતા નહીં અને તેને આ મોબાઈલ પણ ત્રણ મહિના પહેલા 14/7/2023ના રાત્રિના સમયે તેના સહ સાથીદાર મહેશ પ્રજાપતિ (રહે.ગાંધીધામ,કચ્છ)વાળા સાથે મળીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશના વિસ્તારમાં સવગઢ મુકામે વિજાપુર રોડ પર આવેલા અર્શ સોસાયટીના એક મકાનમાં રૂ. 5 હજાર રોકડ તથા ચાર મોબાઈલ રૂ 15 હજારના ચોરી કરી હતી. જે ચોરીના બનાવ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેને લઈને 41 (1) ડી મુજબ અટક કરીને આગળની કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આરોપીને સોપવામાં આવ્યો હતો.