ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ, વાવાઝોડાને લઈને ઠેર ઠેર રોડ પર લગાવેલા હોર્ડિંગ બોર્ડ પડ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કેટલાક વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાતા રોડ પર લગાવેલા બોર્ડ પણ પડી ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે સાંજે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળોથી ઘેરાયા બાદ ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને વાહનચાલકો પરેશાન થયા હતા. ત્યારબાદ કમોસમી વરસાદ શરુ થયો હતો.

પોશીના બાદ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો. જોકે ડિજાસ્ટર વિભાગમાં આઠમાંથી ખેડબ્રહ્મા, પોશીના, વડાલી અને હિંમતનગર તાલુકા એમ ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદને લઈને કેટલાક સ્થળે વીજળી પડવાના બનાવો પણ બન્યા હતા. તો હિંમતનગરના ઇન્દ્રનગરમાં ઘર આગળ પાર્ક કરેલી કાર પર વીજળી પડી હતી. જોકે કોઈ નુકસાન થયું ન હતું. તો હિંમતનગરના ટાઉન હોલ પર ઇડર સ્ટેટ હાઈવે રોડ પર લગાવેલો બોર્ડ પડ્યો હતો. સદનસીબે કોઈ જાન હાની થઇ ન હતી, પરંતુ બોર્ડ પડવાને લઈને ટ્રાફિક થયો હતો. તો આજુબાજુમાંથી લોકો દોડી આવી બોર્ડ હટાવી લેતા ટ્રાફિક પૂર્વવત થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.