સાબરકાંઠામાં જિલ્લાભરમાં ઠેર-ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ
હિંમતનગરમાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી થઇ હતી. જેમાં હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં હાથમતી નદી કિનારે આવેલા ઝરણેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમાના દિને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા. તો આજના દિવસે ગુરુ મહંત શ્રી લક્ષ્મણભારતીજીનું પૂજન અર્ચન કરીને આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શિષ્યો અને ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ પ્રસંગે રાત્રે સંતવાણી અને ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હિંમતનગરના કાંકરોલ ખાતે આવેલા સદગુરુ શ્રી શંકરધામ આશ્રમમાં ગુરુપૂર્ણિમાને લઈને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે શંકરબાપજીના મોટી સંખ્યામાં સેવક ભાઈઓ ઉપસ્થિત રહીને બાપજીના આશીર્વાદ લઈને પાવન થયા હતા. બીજી તરફ શાળાના બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું હતું. હિંમતનગરન ખેડ તસીયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાના પાવન અવસર પર ગાયત્રી આશ્રમમા 11 કુંડી હોમાત્મક ગાયત્રી મહાયજ્ઞ, ગુરુ મહિમા સત્સગ જેવા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગર શહેર તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હોમાત્મક મહાયજ્ઞમાં લાભ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી આશ્રમમાં કનુભાઈ વી. સુથાર તથા સર્વે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ બિન રેખા ન ઉપજે, ગુરુ બિન તરે ન ભેદ, ગુરુ બિન સંસાર ન તરે, ભલે વાંચે ચાર વેદ ગુરૂ પૂર્ણિમાના પ્રસંગે હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, તાલુકા ભાજપ પ્રમુખ હસમુખ પટેલ, તાલુકા સદસ્ય નીલમ પ્રજાપતિ, તાલુકા મહામંત્રી રાજેન્દ્રસિંહ પઢિયાર, નરેશ પરમાર, ભાવના પંચાલ વગેરે સાથે ગુરૂ પ્રતિમાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ઘર-ઘર ગીતાજીના સંકલ્પ સાથે ધારાસભ્યના વરદ્ હસ્તે ડિજિટલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાકણોલમાં સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામીની પ્રતિમા તેમજ અન્ય મહંત-સંતોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વાવડી ગામે હનુમાનજીના દર્શન કર્યા અને ગુરુ નરેન્દ્રપુરી મહારાજના અને બેરણાના કંટાળેશ્વર હનુમાનજીના દર્શન કર્યા તેમજ મહારાજ મહેન્દ્રભાઈના આશીર્વાદ લીધા હતા.