હિંમતનગરના ગાંભોઈમાં બાળકીનાં નિર્દયી માતાની ધરપકડ , બાળકી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી

સાબરકાંઠા
સાબરકાંઠા

ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીનાં માતા-પિતા મળી આવ્યાં છે. માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી. પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી બાળકીને દાટી દેવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઈમાં આવ્યાં હતાં. ગાંભોઈ પોલીસે ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.