
હિંમતનગરમાં G20 અંતગર્ત પોલીસ વિભાગની રેલી યોજાઈ
હિંમતનગરમાં G20 અંતર્ગત મંગળવારે સવારે પોલીસ હેડક્વાર્ટસથી પોલીસ વિભાગની રેલી યોજાઈ હતી. જેમાં વિવિધ સ્કુલના વિધાર્થીઓ જોડાયા હતા. G20 અંતર્ગત હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આજે સવારે ટ્રાફિક અવેરનેશ અને પર્યાવરણ જાળવણીની જાગૃતિ સાથે રેલીનો પ્રારંભ થયો હતો. જેમાં જિલ્લા પોલીસ, DYSP, PI, PSI અને સ્ટાફના પોલીસ કર્મચારીઓ, માય ઓન હાઈસ્કૂલ, હિંમત હાઇસ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલયના વિધાર્થીઓ ઉપરાંત SPC, NCC ક્રેડેસો રેલીમાં જોડાયા હતા. આ રેલી શહેરના માર્ગો પર ટ્રાફિક અવેરનેશ અને પર્યાવરણ જાગૃતિ અંગેના પત્રિકા વિતરણ કરતા ફરી હતી અને ટાવર ચોકમાં પહોંચી હતી. જ્યાં વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેશની પત્રિકા આપવામાં આવી હતી. ત્યારબાદ આ રેલી ટાવરથી પરત જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પહોંચીને પૂર્ણ થઈ હતી.