હિંમતનગરમાં આજથી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી અરણી મંથનથી અગ્નિ પ્રાગટ્ય કરાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ગોકુલનગરમાં આજથી ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુયાગનો પ્રારંભ થયો છે. ત્યારે મહાવિષ્ણુયાગમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી અરણી મંથનથી અગ્નિ પ્રાગટ્ય કરીને યજ્ઞનો પ્રારંભ કરાશે. તો 200 વાસ વડે યજ્ઞ શાળા બનાવવામાં આવી છે. ત્યારે ચાર દિવસ મોટી સંખ્યામાં ભક્તો ભીડ જોવા મળશે. હિંમતનગરમાં ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલ શ્રી કુબેરધામ ખાતે 8 થી 11 ઓક્ટોમ્બર દરમિયાન ચાર દિવસ મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ આજથી થયો છે. તો પાંચ દીવસ પહેલા 2 ઓક્ટોમ્બરે યજ્ઞ શાળાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં 200 વાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જવારા રોપણ પણ કરવામાં આવ્યું હતું. ધર્મ ધજા આરોહણ, વિષ્ણુપૂજા, હનુમંત પૂજા કરવામાં આવી હતી. જ્યારે આજથી ચાર દિવસ મહાવિષ્ણુયાગનો બુધવારથી પ્રારંભમાં આનંદમયી પ્રથમ દિવશે થયો છે. દેહશુદ્ધિ,પ્રાયશ્ચિત પૂજા, વિષ્ણુ દેવતા આહવાહન પૂજા, હોમ કર્મ અને દશ વિધિ સ્નાન પૂજા કરવામાં આવી હતી.


આ અંગે રૂદ્રેશ રાવલએ જણાવ્યું હતું કે, આજથી મહાવિષ્ણુયાગનો પ્રારંભ થયો 11 કુંડ બનાવવામાં આવ્યા છે. તો આવતીકાલે મુખ્ય કુંડમાં અરણી મંથન કરી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવશે. હવનનો પ્રારંભ થશે. 25 માર્ચ 2020એ સવા લાખ હનુમાન ચાલીસા કરી હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. ત્યારબાદ 2020ના અધિક માસના સમયે 108 દિવસનું અનુષ્ઠાન કરી શ્રી તિરુપતિ બાલાજી ભગવાનને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ ગઢોડા ગામ ખાતે ભક્તોએ ભેગા થઈ શ્રી ગણપતિ દાદાની પ્રતિમાને 11 લાખ જેટલી દુર્વાનું અર્ચન કર્યું આ રીતે ભાવયોગ અને જપયોગથી કુબેરધામની રચના થયેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.