હિંમતનગરમાં છાપરીયા ચાર રસ્તા પર કારમાંથી રૂ. 1.10 લાખની મત્તા ભરેલા પર્સની ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના છાપરીયા ચાર રસ્તે શનિવારે સવારે પતિ-પત્ની હનુમાનજી મંદિરમાં દર્શન કરવા ગયા દરમિયાન અજાણ્યા શખ્સે કારના પાછળનો દરવાજા ખોલી સીટ પર મુકેલ પર્સમાં રોકડ રકમ,મોબાઈલ સહિતની 1.10 લાખની મત્તાની ચોરી કરી થઇ હતી. આ અંગે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મહાવીરનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલા ઉમિયા સીટી હોમ્સમાં રહેતા વિધિબેન રોહનભાઈ પટેલ જેમનું સહકારી જીન વિસ્તારમાં હેલ્થકેર ફીજીયોથેરાપી કલીનીક ચલાવે છે. તેમના પતિની પ્રથમ સ્ક્વેરમાં જવેલર્સની દુકાન ચલાવે છે.

શનિવારે સવારે 8 વાગ્યે ઘરેથી વિધિબેન પોતાની વરના કાર લઈને કચ્છી સોસાયટીમાં પેશન્ટના ઘરે વિજિટમાં ગયા હતા.નવ વાગે વિજીટી પૂર્ણ કચ્છી સોસાયટી બહાર છાપરીયા ચાર રસ્તે હનુમાનજી મંદિરે મારા પતિ ઉભા હતા જેથી વિધિબેન હનુમાનજી મંદિરે પહોચ્યા હતા જ્યાં વિધિબેન અને તેમના પતિ રોહનભાઈ દર્શન કરવા જતા વિધીબેને વરના કારને લોક કરી હતી, પરંતુ પાછળનો દરવાજો લોક થયો ન હતો.

દરમિયાન અજાણ્યો ચોર ઇસમ કારમાં પાછળની સીટમાં મુકેલ પર્સ જેમાં અંદાજે રૂ 1 લાખ રોકડા જેમાં રૂ 500 તેમજ રૂ 2000ની નોટો હતી તથા સેમસંગ કંપનીનો મોબાઈલ રૂ 5000નો સાથે એપલ કંપનીનું ચાર્જર રૂ 1000 અને એપલનું એરબર્ડ્સ રૂ 4000 નું મળી કુલ રૂ 1.10 હજારની મત્તા ભરેલું પર્સ ચોરી કરી લઇ ગયેલ દર્શન કરી પરત આવતા કારનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. જેથી ચોરી થયા અંગેની હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિધિબેન રોહનભાઈ પટેલે ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.