ઈડરથી વડાલી રેન્જ ફોરેસ્ટ વિભાગે લીલા વાંસના જથ્થા સાથે ટેમ્પો ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

વડાલી રેન્જ ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ ટી.એમ. દેસાઈ દ્વારા ઈડરના મુડેટી જોડકંપા બાજુથી જંગલમાંથી બિન અધિકૃત લીલા વાંસ કાપી ટેમ્પો મારફતે ભરી વેચાણ અર્થે લઈ જઈ રહેલ છે. જે બાતમીના આધારે વનપાલ, વન રક્ષક, સ્કીમ ગાર્ડને મુડેટી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વૉચ પર રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન ટેમ્પો લીલા વાંસના લાકડા ભરી પસાર થઈ રહ્યો હતો. તેનો પીછો કરી લાલોડા રોડપર ઉભો રાખી વધુ તપાસ કરતા લીલા વાંસ ભરેલા માલનો કોઈ આધાર પુરાવો ન મળતા ટેમ્પોમાં બેસેલ 7 ઈસમોની પૂછતાછ કરતા વાંસ ગેરકાયદેસર જંગલ વિસ્તારનો હોઈ જણાઈ આવતા વાહન કબ્જે કરી વધુ પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર તરીકે દિલીપ સાજાભાઈનું નામ સામે આવેલ છે.

જેના આધારે પકડવામાં આવેલા લીલા લાકડા કટિંગ કરેલા વાંસ જેની કુલ કિંમત રૂપિયા 13 હજાર 800, પકડાયેલા ટેમ્પો જેની અંદાજીત રકમ રૂપિયા 3 લાખ 25 હજાર મળી કુલ રૂપિયા 3 લાખ 38 હજાર 800 મુદ્દામાલ જપ્ત કરી વડાલી ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુન્હો નોંધી ઈડરના જોડકમ્પાના-જગદીશભાઈ પાંડોર, મનોજભાઈ નિનામાં, જયેશભાઈ કટારા, નાનજીભાઈ કટારા, ઉપેન્દ્રભાઈ નિનામાં, સતીષભાઈ હોથા, અને વિજયનગરના ઝેર ગામના મેહુલભાઈ બોદરને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.