હિંમતનગરના વૃધ્ધ સાથે ક્રેડીટ કાર્ડના કુરીયરની ડિલીવરી કરવાના બહાને ફોન કરી લાખોની ઠગાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

રાજ્યમાં ઠેર ઠેર ઓનલાઇન છેતરપીંડીના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે હિંમતનગરના જનકપુરી સોસાયટીમાં રહેતા એક વૃધ્ધને ક્રેડીટ કાર્ડના કુરીયરની ડિલીવરી કરવાના ખોટા બહાને ફોન કરી વિશ્વાસમાં લઇ બેંકની માહિતી તથા ઓટીપી પાસવર્ડ મેળવી જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી રૂ. 9.78 લાખ ઉપાડી લઇ વિશ્વાસઘાત અને ઓનલાઇન છેતરપીંડી કરી હતી. જે અંગે હિંમતનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ અનુસાર, હિંમતનગરના પ્રસંગ પાર્ટી પ્લોટ સામે આવેલ જનકપુરી સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ (ઉ.વ.૬૮) નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. 2 ઓગસ્ટના રોજ નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિના ફોન પર કોઇ અજાણ્યા ઇસમે મોબાઇલ નંબર પરથી ફોન કરીને કુરીયર કંપનીમાંથી બોલુ છું તેવી ખોટી ઓળખ આપી વાત શરૂ કરી હતી. વાત દરમિયાન નટવરભાઇ પ્રજાપતિને કુરીયરની ડિલીવરી કરવાના બહાને વધારાના ચાર્જ તરીકે ઓનલાઇન રકમ ભરવા માટેનુ જણાવ્યુ હતુ. નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ વાતોમાં આવી જતા એનીડેસ્ક તથા ક્વીક સપોટ નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી અને ઓપરેટ કરાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.