
76 વર્ષથી પ્રાંતિજના ઉંછાથી પાવાગઢ પગપાળા સંધનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામેથી છેલ્લા 76 વર્ષથી પાવાગઢ ખાતે પગપાળા જતો સંધને ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે પ્રસ્થાન કરાવ્યો હતો. જેમાં 120 ભક્તો પગપાળા સંઘમાં જોડાયા હતા. છ દિવસમાં આ સંઘ માતાજીના ધામમાં પહોચશે.
પ્રાંતિજના ઉંછા ગામેથી પાવાગઢ ખાતે નિકેળેલ પગપાળા સંધ આ વર્ષે પણ માતાજીના રથ સાથે નિકળ્યો હતો અને ઉંછાથી પગપાળા આશરે 76 વર્ષથી પાવાગઢ ખાતે જાય છે. તો વડવાઓના સમયથી ચાલું થયેલ સંધ આજે પણ નવી પેઢી દ્વારા પગપાળા સંધ જવાનો યથાવત છે. ત્યારે પહેલા માતાજીની ધજા લઈને સંધ નિકળતો હતો. છેલ્લા 16 વર્ષથી નવી પેઢી દ્વારા માતાજીનો રથ લઈ સંઘ નિકળે છે. ત્યારે આ પગપાળા નિકળેલ સંધને ઉંછા ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે ગામના પાદર સુધી સાથે જોડાઈને પ્રસ્થાન કરાવ્યો હતો. ઉંછાથી પાવાગઢ જતો સંધ છેલ્લા 16 વર્ષથી માતાજીના રથ સાથે નિકળેલ આ પગપાળા સંધ છ દિવસે પાવાગઢ ખાતે પહોંચી મહાકાલી માતાના ધામમા શિશ ઝુકાવી ધન્યતા અનુભવશે. આ પગપાળા સંધમાં આ વર્ષે 120 જેટલા ધર્મપ્રેમી માઈભકતો જોડાયા છે. ગામમાં કોઇપણ નાતજાતના ભેદભાવ વગર સંધમા દરેક સમાજના લોકો સાથે રહીને ગામમાંથી વાજતે ગાજતે વરધોડો સાથે સંધને પ્રસ્થાન કરાવ્યું હતું.