સાબરકાંઠામાં 24 કલાકમાં પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ હિંમતનગરમાં વરસાદ ખાબક્યો
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો 01 મીમીથી લઈને 17 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. તો સૌથી વધુ વરસાદ હિંમતનગર તાલુકામાં નોંધાયો હતો.
ચોમાસા પહેલા જ બિપરજોય વાવાઝોડાને લઈને ચોમાસું મોડું પડ્યું છે. ત્યારે બે દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે જે પૂર્વે સાબરકાંઠા જિલ્લામાં શનિવારે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો અને ભારે બફારા બાદ હિંમતનગરમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. જોત જોતામાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા 01 મીમી, વિજયનગર 04 મીમી, હિંમતનગર 17 મીમી, પ્રાંતિજ 01 મીમી અને તલોદ 03 મીમી વરસાદ નોંધાયો હતો.