પોશીના પોલીસ પર ફાયરિંગ અને પથ્થરમારાથી હુમલો

સાબરકાંઠા
સાબરકાંઠા

પોશીનાના કાલીકાંકરના રોફળોમાં રહેતો શખ્સ પરવાના વગરની બંદૂક ધરાવતો હોવાની બાતમી મળતાં પોશીના પોલીસે બુધવારે સવારે રેડ કરતાં આ શખ્સ ઘરમાં ધસી આવ્યો હતો અને પોલીસે કબ્જે લીધેલ દેશી બંદૂક આંચકી લઇ લોડેડ બંદૂકનું સીધું ફાયર ખોલી દેતાં પોલીસકર્મી અમિતભાઇ સાવનભાઇ મોડીયાના થાપાના ભાગે છરો વાગી ગયો હતો દરમિયાનમાં દોડી આવેલ ટોળાએ પથ્થર મારો શરૂ કરી દેતાં પાંચ પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા.

પોશીના પોલીસને કાલીકાંકર ગામના રો ફળોમાં રહેતા જોશીભાઇ તેજાભાઇ ગમાર ગેરકાયદે બંદૂક ધરાવતા હોવાની બાતમી મળતા તા.01-06-22 ના રોજ સવારે સાડા દસેક વાગ્યે રો ફળોમાં પહોંચી જોશીભાઇ તેજાભાઇ ગમારના મકાનમાં તપાસ હાથ ધરતા દેશી બંદૂક મળી હતી.પોલીસે ઘરમાં રેડ કરતા મહિલાઓએ બૂમાબૂમ કરતા જોશીભાઇ તેજાભાઇ ગમાર ઘરમાં ધસી આવ્યો હતો અને પોલીસ પાસેથી બંદૂક આંચકી લઇને સીધુ ફાયરિંગ કરતા બંદૂકમાંથી વછૂટેલા છરા પોલીસકર્મી અમિતભાઇ સાવનભાઇ મોડીયાના સાથળના ભાગે ઘૂસી જતાં ગંભીર ઇજા થઇ હતી અને દોડધામ મચી હતી બાજુમાં જ લગ્ન પ્રસંગ હોઇ 100થી વધુ માણસોનું ટોળુ દોડી આવ્યુ હતુ અને પોલીસ પર પથ્થર મારો શરુ કરતાં વધુ ચાર પોલીસ કર્મી ઘવાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.