Home / News / હિંમતનગમાં ફાયર NOC કેમ્પમાં જિલ્લામાંથી 233 અરજીઓ આવી
હિંમતનગમાં ફાયર NOC કેમ્પમાં જિલ્લામાંથી 233 અરજીઓ આવી
શનિવારે હિંમતનગરમાં યોજાયેલ મેઘા ફાયર એનઓસી કેમ્પમાં સાબરકાંઠાની 6 પાલિકાના હાઇરાઇઝ બિલ્ડીંગ, હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલો માટે 233 અરજીઓ આવી હતી. જેને હાલમાં એપ્રુવ કરાઇ છે અને ત્રૂ ટીઓની પૂર્તિ કરનારને એનઓસી આપી દેવામાં આવનાર છે. 16 એપ્રિલથી એનઓસી ન ધરાવનાર સંકુલોને સીલ કરાશે. ગાંધીનગરમાં એન.ઓસી.ની સત્તા હોવાથી બે વર્ષથી મામલો ઘોંચમાં પડ્યા બાદ સરકારે જિલ્લાના વડા મથક ખાતે ફાયર એનઓસી કેમ્પ રાખી ઇન્સ્પેક્શનની જવાબદારી જે તે સ્થાનિક ફાયર વિભાગને સોપી તેના પ્રમાણપત્રને આધારે ફાયર એનઓસી આપવાનો વિકલ્પ નક્કી કરી 3 જી એપ્રિલે હિંમતનગર ખાતે એનઓસી કેમ્પનું આયોજન કરાયુ હતું. હિંમતનગરમાં રીજીયોનલ ફાયર ઓફિસર મહેશકુમાર મોડની હાજરીમાં યોજાયેલ કેમ્પમાં કુલ 233 અરજીઓ આવી હોવાનુ જણાવી ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યુ કે ઇન્સ્પેક્શન દરમિયાન સામે આવેલ ત્રુટીઓ પૂર્ણ કરનારને એનઓસી ઇશ્યુ કરી દેવાશે અને 16 તારીખથી ફાયર એનઓસી ન ધરાવનાર સંકુલોને સીલ કરાશે.