
અસારવા-ઉદેપુર રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફિકેશનની કામગીરી પુરજોશમાં
અસારવા થી ઉદેપુર રેલવે લાઈન બ્રોડગેજ બાદ ડેમુ અને વિવિધ ટ્રેનો શરુ થઇ છે. બીજી તરવ ઈલેક્ટ્રીફિકેશન લાઈન કરવામાં માટેના ટેન્ડર થયા બાદ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે હિંમતનગર રેલવે સ્ટેશન પર NWR ના અધિકારીઓ સાથે OHE ઇન્સ્પેકશન કારમાં આવ્યા હતા.આ અંગેની વિગત એવી છે કે,અસારવા-ઉદેપુર રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફિકેશન કરવામાં આવી રહી છે. ત્યારે ઉદેપુર થી હિંમતનગર સુધી NWR દ્વારા અને હિમતનગરથી અસારવા સુધી WR દ્વારા ઈલેક્ટ્રીફિકેશનની કામગીરી ચાલી રહી છે. તો હાલમાં ઉદેપુર થી ડુંગરપુર નજીક ઈલેક્ટ્રીફિકેશનની કામગીરી થઇ રહી છે. બીજી તરફ હિંમતનગરથી અસારવા સુધીમાં ત્રણ અલગ અલગ જગ્યા પર બે કંપનીઓ દ્વારા ઈલેક્ટ્રીફિકેશનની કામગીરી માટેના ફાઉન્ડેશન તૈયાર થઇ રહ્યા છે અને ઇલેક્ટ્રિક પોલ પણ લગાવવામાં આવી રહ્યા છે. આમ NWR અને WR બંને તરફથી ઈલેક્ટ્રીફિકેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
હિંમતનગર રેલવે સ્ટેશન પર મંગળવારે મોડી સાંજે ઉદેપુરથી NWR ની અધિકારીઓ સાથે OHE ઇન્સ્પેકશન કાર આવી પહોંચી હતી. જ્યાં સ્ટેશન પર ઇન્સ્પેકશન કારમાંથી નોર્થ વેસ્ટર્ન રેલવેના પ્રધાન મુખ્ય વીજળી એન્જીનીયર (PCEE) સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉતર્યા હતા. ત્યારબાદ અધિકારીએ સુચનાઓ આપી હતી. પ્લેટફોર્મ નંબર 2 પરથી ચાલતા સ્ટેશનનું નિરીક્ષણ કરતા અધિકારીઓ સ્ટેશન બહાર ગયા બાદ વાહન માર્ગે પરત ફર્યા હતા તો ઇન્સ્પેકશન કાર અંદાજીત 15 થી 20 મિનીટના રોકાણ બાદ ઉદેપુર પરત ફરી હતી.NWR રેલવે વિભાગના સુત્રોમાંથી મળેલ માહિતી મુજબ NWR દ્વારા ઉદેપુરથી હિંમતનગર સુધીના ઈલેક્ટ્રીફિકેશન લાઈન થવાની છે ત્યારે હાલમાં ઉદેપુરથી શરુ થયેલી કામગીરી ડુંગરપુર સુધી કામગીરી ચાલી રહી છે જેને લઈને OHE ઇન્સ્પેકશન કાર નિરીક્ષણ માટે આવી હતી.હિંમતનગરથી અસારવા સુધીની કામગીરીમાં હિંમતનગર રેલવે સ્ટેશનના આઉટરથી ઈલેક્ટ્રીફિકેશનની કામગીરીને લઈને ઇલેક્ટ્રિક પોલ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આમ હિમતનગરથી પ્રાંતિજ અને પ્રાંતિજથી અસારવા વચ્ચે ફાઉન્ડેશન સાથે ઇલેક્ટ્રિક પોલ પણ લગાવવામાં આવી રહ્યા છે.