સાબરકાંઠામાં 71 સ્થળે ડ્રોન, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોના ભૌગોલિક સર્વેક્ષણ બાદ 71 જેટલા ક્રિટીકલ -સ્ટ્રેટેજીકલ બાંધકામ – સંકુલો ચિન્હિત કરી તેમનો રેડઝોન, યલોઝોન અને ગ્રીન ઝોનમાં સમાવેશ કરી કલેક્ટર હિતેશ કોયાએ 54 રેડઝોન અને 17 યલોઝોન જાહેર કરી 60 દિવસ માટે વિવિધ પ્રતિબંધ અમલી બનાવવા જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

જિલ્લામાં કાર્યરત યુજીવીસીએલના 52 સબ સ્ટેશન અને એક સોલાર પ્લાન્ટ, ડિસ્ટ્રીક્ટ સબજેલ મળી કુલ 54 સ્થળોને રેડઝોનમાં મૂકવામાં આવ્યા છે જ્યારે જિલ્લાના ધરોઇ, ગુહાઇ, ઇન્દ્રાસી – હાથમતી, વણજ હરણાવ ડેમ, ખેડબ્રહ્મા અંબિકા મંદિર, કાંકણોલ, બીએપીએસ મંદીર, સાબરડેરી, જીએમઇઆરએસ સિવીલ હોસ્પિટલ, આકાશવાણી રેડીયો સેન્ટર, ડીસ્ટ્રીક્ટ કોર્ટ, કલેક્ટર કચેરી, બીએસએનએલ હિંમતનગર ઇડર ગાંભોઇ વગેરે મળી 17 સ્થળોને યલોઝોનમાં સમાવાય છે.

આ વિસ્તારોમાં ડ્રોન, ફોટોગ્રાફી વીડીયોગ્રાફી પ્રતિબંધિત કરાઇ છે. કલેક્ટર હિતેશ કોયાએ તા. 21/02/22 થી તા.21/04/22 60 દિવસ સુધી અમલી જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.