
હિંમતનગરમાં નવા વર્ષે જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય સમાજના શિક્ષક ગણનો સન્માન સમારોહ યોજાયો
હિંમતનગરમાં આજે નવા વર્ષે જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજના 200થી વધુ શિક્ષક ગણનું સમાજના હોદ્દેદારોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં શિક્ષણ માટે શું કરવું તેના માટેની તૈયારીઓ શિક્ષકોને બતાવી હતી.હિંમતનગરના વિજાપુર બાયપાસ રોડ પર આવેલ શિવપ્લાજા કોમ્પ્લેક્ષમાં આવેલ સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના કાર્યાલયની બાજુમાં નવા વર્ષ નિમિતે રવિવારે ક્ષત્રિય સમાજના જિલ્લાના શિક્ષક ગણનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 200થી વધુ નિવૃત અને વર્તમાનમાં ફરજ બજાવતા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ક્ષત્રિય સમાજના હોદ્દેદારો તમામ શિક્ષકનું ફૂલહાર પહેરાવીને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત સૌ શિક્ષકો સમારોહને સંબોધન કર્યું હતું અને સમાજના બાળકોના અભ્યાસ પર ભાર મુક્યો હતો.
કોમ્પીટીશન પરીક્ષાની તૈયારીઓ કરાવવા પણ કહ્યું હતું. સમાજના બાળકોના અભ્યાસ માટે લાઈબ્રેરી સગવડ માટેની વાત મૂકી હતી. સમાજના સાક્ષરતા દર ઓછો હોવાને લઈને ચિંતન પણ કરવામાં આવ્યું હતું. ભણતરમાં બાળકોને સરકાર તરફથી કઈ પરીક્ષાઓ આપવાથી લાભ મળે છે તેની જાણકારી પણ શિક્ષકોએ સમારોહમાં મૂકી હતી. એક શિક્ષક પોતાના બાળકોને ભણાવવા માટે શું કર્યું તેનું ઉદાહરણ આપી બાળકોને ભણાવવા કહ્યું હતું. અગામી સમયમાં સમાજની વાડી બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.