હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી 16 વાહનોને ડીટેન કારી 8 વાહનો પાસેથી દંડ વસુલ કર્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેની સિક્સ લેનની કામગીરીને લઈને રોડ પરના ગેરકાયદેસર 14થી વધુ દબાણો હટાવ્યા હતા. તો બીજી તરફ હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ 16 વાહનો ડીટેન કરીને રૂ. 4 હજાર દંડની વસુલાત કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના મોતીપુરામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 8નું ફોર લેનમાંથી સિક્સ લેનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે મોતીપુરા વિસ્તારમાં ફ્લાય ઓવર ઉપરાંત હિંમતનગરથી શામળાજી અને અમદાવાદ જવા માટેના રોડ પહોળા કરવાને લઈને મોતીપુરા વિસ્તારમાં રોડ સાઈડે ગેર કાયદેસર દબાણો નેશનલ હાઈવે વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે 14થી વધુ કાચા દબાણો દુર કર્યા હતા. ઉપરાંત એસટીના સીએનજી પંપ પાસેના ગેર કાયદેસર દબાણો દુર કરવા ચાર દિવસની સુચના પણ આપવામાં આવી છે.

બીજી તરફ હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જૂની સિવિલ સર્કલથી બસ સ્ટેન્ડ રોડ અને પોસ્ટ ઓફીસથી ન્યાય મંદિર સુધીના રોડ પર બંને સાઈડે ટ્રાફિકને અડચણ રૂપ લારીઓવાળાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI ડી.સી. પરમાર તથા સ્ટાફ દ્વારા સતત ત્રીજા દિવસે ફૂટ પેટ્રોલિંગ કરી ટ્રાફિક ના થાય તે રીતે સુચના આપી હતી. ત્યારબાદ ટ્રાફિકને અડચણ રૂપ 16 વાહનો ડીટેન કર્યા હતા. તો 8 વાહનોનો રૂ. 4 હજાર દંડની વસુલાત કરી હતી અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેની સુચના પણ આપવામાં આવી હતી. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર ત્રણ દિવસ ટ્રાફિકને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

તો આ અંગે બી ડિવિઝન PSI ડી.સી. પરમારે જણાવ્યું હતું કે, વારંવાર ટ્રાફિક સર્જાય છે. જેને લઈને ટ્રાફિક અવેરનેશને લઈને ફૂટ પેટ્રોલિંગ કરી ટ્રાફિક વિષે સમજણ આપી હતી અને ટ્રાફિકને અડચણ રૂપ વાહનો સામે IPC 283 મુજબ ચાર વાહનો, MV 207 મુજબ એક વાહન, MV NC એક અને બે વાહનો પાસેથી રૂ. 1200ના દંડની વસુલાત કરવામાં આવી છે. આ ઝુંબેશ આગામી દિવસમાં વધુ કડક કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.