
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં રોજનું 1.40ની જગ્યાએ 1.60 કરોડ લીટર પાણીનો વપરાશ
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેની સાથે જ પાણીનોવપરાશ પણ વધ્યો છે. ત્યારે હિંમતનગર શહેરમાંથી પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી અત્યાર સુધી 1.40 કરોડ લિટર પાણીનો વપરાશ થતો હતો. જોકે વધતી ગરમીને કારણે દૈનિક 20 લાખ લિટર પાણીની જરૂરિયાત વધી છે. જોકે હિંમતનગર પાલિકા દ્વારા હિંમતનગર શહેરમાં દૈનિક 1.40 કરોડ લિટર પાણી નળ કનેક્શનનો દ્વારા શહેરીજનોને પહોંચાડવામાં આવતું હતું, પરંતુ ગરમી વધતાની સાથે જ 20 લાખ લિટર પાણીની જરૂરિયાત વધી છે.
આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગર પાલિકા દ્વારા પાલિકાના 60 કરતાં વધુ બોરવેલની મદદથી સંપ અને ઓવરહેડ ટાંકીઓ ભરી રોજ એક કલાક કરતાં વધુ સમય પાણી છોડવામાં આવતું હોય છે. અત્યાર સુધીમાં આપવામાં આવતા પાણી કરતા 20 લાખ લીટર પાણી વધુ આપવામાં આવી રહ્યું છે.
ઉનાળામાં શહેરમાં પાણીની જરૂરિયાત વધી છે. શહેરમાં દૈનિક 1.40 કરોડ લિટર પાણીનો વપરાશ થતો હતો. જેની સામે પાણીની જરૂરિયાત 1.60 કરોડ લિટર થઇ છે. હિંમતનગર પાલિકાના કાર્યરત બોરવેલ સિવાય પણ હિંમતનગર શહેર નજીક આવેલા ગુહાઈ જળાશયમાંથી પણ દૈનિક 50 લાખ લિટર પાણી લેવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ પાણીની જરૂરિયાત વધુ જણાશે તો ગુહાઈ જરાશમાંથી વધુ પાણી ઉપાડીને શહેરી જનો માટે વિતરણ કરવામાં આવશે.